About Blog

આંજણા દર્પણ (e-magazine)પર આપનું સ્વાગત છે.આ મેગેઝીન માટે લેખકો,કવિઓ અને યુવાનોને મૌલિક કાવ્યો, લેખો, ટૂંકી વાર્તાઓ,સમાચારો અને અભિપ્રાયો વગેરે લખી મોકલવા વિનંતી છે.સાહિત્ય મોકલવાનું gmail id - haridpatelaniod@gmail.com છે-સંપાદક હરિભાઇ પટેલ-શ્રી અખિલ આંજણા(ચૌધરી) કેળવણી ઉત્તેજક મંડળ,તલોદ,જિ.સાબરકાંઠા,ઉત્તર ગુજરાત-૩૮૩૨૧૫(ભારત)"
Image

" ખાસ સૂચના : ટેકનિકલ ફેરફારોને લીધે આ બ્લોગનાં અમુક પેજ ખૂલતાં નથી.જેથી હાલ આ બ્લોગ અપડેટ કરવામાં આવી રહ્યો છે.તારીખ : 01/01/2021 સુધીમાં તમામ અપડેટ કાર્ય પૂર્ણ થશે.તકલીફ બદલ ક્ષમા યાચના. -આપનો શુભેચ્છક - HARI PATEL"

Saturday, May 21, 2016

Gujarati Poem -Vedana



             વેદના
             (કવિતા)
    -   હરિભાઇ ડી. પટેલ નાશાદ
   

ધડીક સુખને છાંયે બેસતા,
      ધડીક દુ:ખને તાપે તપતા,
થોડુંક હસતા, થોડુંક રડતા,       
     પડતા, પાછા ઊભા થાતા !
નિત સવારે વહેલા ઉઠતા,
      ટાઢા પાણીએ નાતા,
બળબળતી બપોરે પણ
       લીંમડો  બની  જાતા !
બળદ ને હળ-ગાડું લઇને
      ખેતર વાડીએ જાતા,
પાતાળનાં પાણી ઉલેચી
      ઢાળિયે વહેતાં કરતા.       
સાંજવેળાએ ગામને ચોતરે
          ભાઇબંધો ભેગા થાતા,
 છોડી દુ:ખનાં પોટલાં, સહુ
          ગોઠડી ગમતી કરતા !
આવકારો તો હૈયે વસતો,
          અનાથને આશરો આપતા,
અતિથિ આવે આંગણે તો
           ઇશ્વર આવ્યો માનતા !
ક્યાં ગયાં એ ખોરડાં ને
           ક્યાં ગયાં એ લોકો ?
માટી મઢેલ મઢૂલીમાં ય
           રાજ-ઠાઠથી  રહેતા !
     

No comments:

Post a Comment